બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના આગામી દિવાળીના તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઈચ્છતા તમામ વેપારીઓને વેચાણ માટે પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સબંધિત વેપારીઓએ બોટાદ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરી ખાતેની ડીએમ શાખામાંથી નિયત નમુનાના અરજી ફોર્મ આગામી તા. ૨૪/૯/૨૦૨૦ થી મેળવી તા. ૧૪/૧૦/૨૦૨૦ સુધીમાં કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) રજુ કરવાના રહેશે. સમય મર્યાદા બાદ તથા અધુરી વિગતો તેમજ અધુરા પુરાવા વાળી મળેલ અરજીઓનો અસ્વિકાર કરવામાં આવશે જેની તમામ સબંધકર્તાએ નોંધ લેવા વધુમાં જણાવાયું છે.