news-details
Gujarat

બાયડ તાલુકાના અલવાગામના વિધવા માતાના આશાસ્પદ યુવાનનું વીજ કરંટથી અવસાન

 બાયડ તાલુકાના અલવા ગામના વિધવા માતાના એકના એક પુત્રનું ધાબા પર વીજ કરંટ લાગતાં સ્થળ પર જ  કરુણ મૃત્યું થયેલ છે.ફોન લઈને ધાબા પર ગયેલ નિખિલ અમૃતભાઈ પરમાર અજાણતા જ બિંબના  સળિયાને અડકી ગયો હતો.જે સળિયા પર થાંભળાથી મીટરનો મુખ્ય વીજ વાયર લગાવેલ હતો.જેમાંથી કરંટ લાગતાં જ ધાબા પર પટકાઈને તેનું  કરુણ મૃત્યું થયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ નિખિલના પિતા અમૃતભાઈનું આજથી વીસ વર્ષ પહેલાં લગ્નના બે જ વર્ષમાં તાવની બીમારીમાં મૃત્યુ થયું હતું.તેમને સાત માસનો એક પુત્ર હતો.નાની ઉંમરે વિધવા બનેલી માતા સુરેખાબેને  પોતાના પુત્રને ઉછેરી મોટો કરી સારું શિક્ષણ અને નોકરી અપાવવાના મનોમન સંકલ્પ લઈ દીકરા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો.જેમાં વિધવા બેનના દિયર નટુભાઈ અને દેરાણી સુમિત્રાબેને સુરેખાબેનને પોતાની મોટી બહેન અને નિખિલને દીકરો માની તેમની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી હતી. આજે દીકરો 20 વર્ષની ઉંમરે વિધવા માતાને છોડીને સ્વર્ગે સિધાવ્યો તેનાથી માતા ઉપર આભ ફાટી પડ્યું હોય તેવી કરુણ ઘટના બની ગઈ.વિધવા માતાના એકના એક વહાલ સોયાનો જીવન દિપક બુઝાઈ જતા તેનો જીવન જીવવાનો આધાર જ છીનવાઈ ગયો હતો.13 જુલાઈએ જ જન જાગૃતિ અને સમાજ સેવામાં રસ ધરાવતા નિખિલે ડૉ. એચ.કે.સોલંકીની સાથે અલવા ગામના સ્મશાનમાં વડલા અને અન્ય ગુલમહોર વગેરેના છોડ રોપ્યા હતા.એ જ  સ્મશાનમાં આજે તેના અગ્નિ સંસ્કાર કરતા સૌની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી.નિખીલ આર્મીમાં જઈ દેશ સેવા કરવા માંગતો હતો.એની વાતોમાં રાષ્ટ્રપ્રેમ અને કંઈક કરી છૂટવાની તમન્નાઓ છલકાતી હતી.