news-details
Gujarat

ચેન્નાઇ /રાજસ્થાન આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા ઇસમને રૂ.૩૯,૭૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેદની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સ.ઇ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તાનરમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન પો.હેડ કોન્સ. રાજપાલસિંહ મેરૂભા સરવૈયા ને બાતમીરાહે મળેલ કે હાલમાં ચાલતી આઇપીએલ મેચ ઉપર લખધિરસિંહ દિલીપસિંહ પરમાર/રજપુત રહે.બોર તળાવ હરેકૃષ્ણ સોસાયટી પ્લોટ નં-૬ ભાવનગર વાળો ભાવનગર ફુલસર કર્મચારીનગર પ્લોટ નંબર-૪૧૬ ના ભાડાના મકાનમાં બહારથી માણસો બોલાવી ટી.વી. માં આવતી. ચેન્નઇ / રાજસ્થાન ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ દ્રારા ક્રિકેટ મેચના સોદા કરી પોતાના આર્થિક લાભ સારૂ હારજીતનો જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન લખધિરસિંહ દિલીપસિંહ પરમાર/રજપુત ઉવ.૩૭ રહે.બોરતળાવ હરેકૃષ્ણ સોસાયટી પ્લોટ નં-૬ ભાવનગર વાળા મળી આવતા તેના કબ્જા માંથી એક ટી.વી. તથા મોબાઇલ ફોન નંગ-૦૮ તથા રોકડ રૂ.૫૫૦૦/- તથા બીજી અન્ય ચિજ વસ્તુઓ મળી કુલ રૂ.૩૯,૭૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધમાં બોર તળાવ પોલીસ સ્ટેશનમાં જુગારઘારા કલમ-૪/૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.  

    આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા પો.સ.ઇ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં હે.કો. રાજપાલસિંહ સરવૈયા, જીતેન્દ્રસિંહ ઝાલા વનરાજભાઇ ખુમાણ, જયરાજસિંહ જાડેજા , સાગરભાઇ જોગદિયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.