news-details
Gujarat

આજે જિલ્લામા ૩૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૪૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૨ દર્દીઓનુ અવસાન થયુ

ભાવનગર, તા.૨૩ : ભાવનગર જિલ્લામા આજરોજ ૩૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૯૦૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૧૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર ખાતે ૧, ઘોઘા ખાતે ૨, મહુવા ખાતે ૪, જેસર ખાતે ૧, પાલીતાણા તાલુકાના ખીજડીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૩, સિહોર તાલુકાના વડીયા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૬ અને તાલુકાઓના ૧૩ એમ કુલ ૪૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર શહેર તથા સિહોર તાલુકાના ખારી ગામ ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીઓનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૯૦૮ કેસ પૈકી હાલ ૩૮૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૩,૪૫૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.