news-details
Sports

વિરાટ કોહલીએ કહ્યું, આ કામ કોરોનાથી પણ વધુ ઘાતક વાયરસ સમાન છે, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એન્ટી સોશિયલ કન્ટેન્ટ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા અભિયાનમાં જોડાઈ ગયો છે. વિરાટે લોકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર એવા મેસેજ ફોરવર્ડ ન કરવા જે સમાજ અને દેશના હિતમાં નથી. આવા ખોટા અને ભ્રામક પ્રચાર કોરોના વારયસથી પણ ખતરનાક છે. કેપ્ટન કોહલીએ કહ્યું કે, એક ફેક વીડિયો દેશભરમાં નફરત ફેલાવી શકે છે, તેથી દરેકને જાગૃત રહેવાની જરૂર છે.

31 વર્ષીય વિરાટ કોહલીએ આજે પોતાના ટ્વિટર હેન્ડલથી દોઢ મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં વિરાટ સિવાય બોલિવૂડની અન્ય ત્રણ હસ્તીઓ પણ છે જે લોકોને દેશનાહિતમાં ભ્રામક અને વહિયાત કન્ટેન્ટને રોકવાની અપીલ કરી રહ્યા છે. બોલિવૂડની આ ત્રણ હસ્તીઓમાં આયુષ્માન ખુરના, કૃતિ સેનન અને સારા અલી ખાનનો સમાવેશ થાય છે.

એન્ટી સોશિયલ કન્ટેન્ટ સામે જાગૃતિ લાવવાની આ ઝુંબેશ સોશિયલ મીડિયા પર વીડિયો પ્રમોટિંગ સાઈટ ટિકટોકે શરૂ કરી છે. વિરાટ કોહલી અને અન્ય હસ્તીઓ પણ લોકહિતના આ અભિયાન સાથે જોડાયા છે. આ વીડિયોમાં વિરાટ, આયુષ્માન, કૃતિ સેનન અને સારા અલી ખાન જણાવે છે કે, જો કોઈ કન્ટેન્ટ પરીક્ષણ કર્યા વિના અથવા સત્યને જાણ્યા વિના આગળ અન્ય લોકોને ફોરવર્ડ કરવામાં આવે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે.  જેથી આ હસ્તીઓએ લોકોને આવું ન કરવાની સલાહ આપી છે.