news-details
Gandhinagar

ભારતમાં 46 હજારથી વધુ ચેપગ્રસ્તો, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સૌથી વધુ દરદી

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 46 હજારને પાર જતી રહી છે અને મૃતાંક 1568 થઈ ગયો છે.

જોકે, આ દરમિયાન 12727 લોકો સારવાર બાદ સંપૂર્ણ રીતે સાજા પણ થઈ ગયા છે. એવામાં ભારતમાં કુલ સક્રીય કેસોની સંખ્યા 32,138 છે.

આ દરમિયાન દેશભરમાં ગત 24 કલાકમાં 3900 નવા કેસો નોંધાયા છે અને કુલ 195 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં સૌથી વધુ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 14 હજાર કરતાં વધારે છે અને એ બાદ ગુજરાતમાં પાંચ હજારથી વધુ દરદીઓ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 583 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે ગુજરાતમાં 319 લોકોના જીવ ગયા છે.

નોંધનીય છે કે ભારતમાં ત્રીજા તબક્કાના લૉકડાઉનનો અમલ કરાઈ રહ્યો છે, જે 17 મે સુધી ચાલશે.