news-details
Gandhinagar

કોરોના વાઇરસ : ગુજરાતમાં લૉકડાઉનમાં કેમ સતત કેસ વધી રહ્યા છે?

લૉકડાઉનને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે અને ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા 2600ને પાર પહોંચી ગઈ છે.

ભારતમાં લૉકડાઉન શરૂ થયું ત્યાર પહેલાં 22 માર્ચે દેશમાં કુલ 315 કેસમાંથી 18 કેસ ગુજરાતમાં હતા, એટલે આશરે પાંચ ટકા.

એક મહિનો વીત્યા પછી દેશમાં કોરોના સંક્રમણના કુલ દર્દીઓની સંખ્યા 21 હજારને પાર પહોંચી છે જેમાંથી લગભગ 12 ટકા કેસ ગુજરાતમાં આવેલા છે.

22 માર્ચે ગુજરાતમાં 18 કેસ હતા જે વધીને 23 એપ્રિલ સુધી 2,624 જેટલા થઈ ગયા છે.

તે સમયે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ હતા અને ત્યાં સાર્વજનિક જગ્યાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

મુંબઈ, પૂણે અને દિલ્હીમાં કૉમર્શિયલ હબ્સ અને મૉલ જેવી સાર્વજનિક જગ્યાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

પરંતુ એક મહિનામાં ગુજરાત આ સૂચિમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. તો પ્રશ્ન એ છે કે લૉકડાઉન છતાં કેસોની સંખ્યા કેમ વધી રહી છે?

ભારતના પરિવાર કલ્યાણ અને આરોગ્ય મંત્રાલય મુજબ 23 એપ્રિલના આંકડા મુજબ સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 5652 કેસ છે.

મરણાંકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને કારણે સૌથી વધારે 269 મૃત્યુ થયાં અને બીજા ક્રમે 23 એપ્રિલ સુધી ગુજરાતમાં 112 મૃત્યુ થયાં હતાં.

આવો નજર કરીએ કે ગુજરાતના આંકડા કેવી રીતે લૉકડાઉનનાં એક મહિનાના સમયગાળામાં બદલાયા.